0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE



બિહારના પટના શહેરની શાલીનીકુમારી માત્ર૧૨ વર્ષની હતી અને નવમા ધોરણમાં ભણતી હતી. તેના દાદાને ઘરના ટેરેસ પર બનાવેલા ગાર્ડનમાં બેસવાનો ખુબ આનંદ આવતો હતો, પરંતુ એમના પગમાં પીડા થતી હોવાથી એમણે વોકરની મદદથી ચાલવું પડતું હતું. વોકર લઈને ટેરેસ પર જવામાં ભારે અગવડ પડતી હતી. એન્જિનિયરીંગમાં રસ ધરાવતી શાલિનીને આ જોઈને મનમાં વિચાર આવતો કે વડીલો સીડી ચઢી કે ઉતરી શકે એ માટે વોકરમાં કોઈક જોગવાઈ કરવી જોઈએ.

તેણે અનેક દિવસ સુધી મંથન કર્યું અને તેના મનમાં વિચાર ઝબક્યો, વોકરના ચારેય પાયા નાના-મોટા કરી શકાય એવા બનાવ્યા હોય તો? તરત જ એ કામે લાગી ગઈ હને પોતાની કલ્પના મુજબ વોકરના પાયા કેવા હોવા જોઈએ એનું ડ્રોઈંગ બનાવવા લાગી. પરંતુ એની કલ્પના મુજબના પાયા શી રીતે બનાવવા એ એને સમજાતું નહોતું. એ માટેના જરૃરી સાધનો પણ એની પાસે નહોતા.

Close ad X
એવામાં એને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન વીષે જાણવા મળ્યું. એ લોકોએ ઈગ્નાઈટ એવોર્ડ માટે નવા આઈડિયાનું આમંત્રણ જાહેર કર્યું હતું. એણે પોતાનો આઈડિયા પાકા ડ્રોઈંગ બનાવીને આ ફાઉન્ડેશનને મોકલી આપ્યો. એના આૃર્ય વચ્ચે ૪૦૦૦ આઈડિયામાં એને પ્રથમ ઈનામ જાહેર થયું ૨,૦૦,૦૦૦ રૃપિયા રોકડા અને પ્રશસ્તિપત્ર મળ્યાં. સાથે જ એના નામે પેટન્ટ પણ રજિસ્ટર કરાવવામાં આવી. એક કંપનીએ શાલિનીની ડિઝાઈન ઉપરથી ૧૦,૦૦૦ વોકર બનાવવાનો નિર્ણય કર્યો છે અને એ માટે શાલિનીનેરોયલ્ટીની રકમ મોકલી આપી છે. શાલિની આજે ૧૨મા ધોરણમાં ભણી રહી છે. એ મેડીકલ લાઈનમાં જવા માગે છે. પોતાની એક શોધ તેને જીવનભર કમાણી કરી આપતી રહેશે એ વિચારથી રોમાંચિત થઈ જાય છે. એ કહે છે, કોઈ વાત મનમાં જાગે તો છોડી ન દો. એની પાછળ પડી જાવ અને તમારા વિચાર મુજબ અમલ કરી બતાવો. જીવનમાં આ જ સાચો માર્ગ છે.
Source By sandesh

क्या आपको यह पोस्ट पसंद आई ? तो Youtube पर Click करके Subscribe करें और Share- Comment जरूर करें

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top